લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના ૬૫૦મા જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત આયોજિત પાવન કળશ યાત્રાનું ગ્રામજનો અને આગેવાનો દ્વારા ઢોલ-નગારાના નાદ સાથે ભાવુક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તજનોએ પવિત્ર કળશનું શ્રધ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી દર્શનનો લહાવો લીધો હતો.આ ઉજવણીમાં જિલ્લા અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રમુખ મુકેશભાઈ, મહામંત્રી શાંતિભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, ભીખાભાઈ ધોરાજીયા સહિતના વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને ગોઢાવદરના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંત રવિદાસજી મહારાજના સમરસતા, પ્રેમ અને એકતાના સંદેશને સમાજના જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં ભક્તજનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.










































