જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખાના કાયમી કર્મચારીની બદલીના મુદ્દે રાજકીય અને વહીવટી વિવાદ ઊભો થયો છે. ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કર્મચારી સામે ફરિયાદો મળતી હોવાનું જણાવી કમિશનરને સોનાપુર ખાતે બદલી કરવાની રજૂઆત કરી હતી. બીજી તરફ કર્મચારીએ આક્ષેપોને ફગાવી બદલીની માંગ પાછળ વ્યÂક્તગત વિખવાદ હોવાનું જણાવ્યું છે.
ડેપ્યુટી મેયર આકાશ કરમણ કટારાએ ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જૂનાગઢ મનપા કમિશનરને પત્ર પાઠવ્યો હતો. પત્રમાં સ્ટ્રીટ લાઈટ શાખામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી તુલસીભાઈ જુમાણી સામે અનેક ફરિયાદો મળતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મેયરના જણાવ્યા મુજબ, કર્મચારી ફરજ દરમિયાન નશાની હાલતમાં રહેતા હોવાની ફરિયાદો છે તેમજ કોર્પોરેટરો ફોન કરે ત્યારે ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ કારણોસર કર્મચારીની તાત્કાલિક અસરથી સોનાપુર ખાતે બદલી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારી તુલસી એન. ચુડાસમાએ ડેપ્યુટી મેયરના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ ૧૯૯૮થી ફરજ બજાવી રહ્યા છે અને દરરોજ મળતી અંદાજે ૧૦૦થી ૧૫૦ ફરિયાદોનો ૨૪ કલાકમાં નિકાલ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૯માં ગાડી કે ટીમ મોકલતા પહેલાં ડેપ્યુટી મેયરને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જાકે, ઇમરજન્સી અને જાહેરહિતના કામોમાં વિલંબ ન થાય તે માટે તેમણે આ સૂચનનું પાલન કરવાનો ઇનકાર કર્યો હોવાનો દાવો કર્યો છે.
તુલસીભાઈએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયર અને તેમના પરિવાર વચ્ચેના કથિત કૌટુંબિક અથવા વ્યક્તિગત વિખવાદને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે દારૂ પીવાના અને ફોન ન ઉપાડવાના આક્ષેપોને પણ સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. પોતાની કામગીરી અને હાજરી અંગે તેમણે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ ચેક કરવાની પણ માગ કરી છે. સાથે જ સોનાપુરનો ઇનચાર્જ પણ તેમની પાસે જ હોવાનો દાવો કરીને બદલીની માંગ પર સવાલ ઉઠાવ્યો છે.
આ સમગ્ર મામલે જૂનાગઢ મનપાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ પણ શાસક પક્ષ સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, તુલસીભાઈ વર્ષોથી સારી કામગીરી કરી રહ્યા છે અને સ્ટાફમાં પણ તેમની સારી પકડ છે. પરસાણાએ આક્ષેપ કર્યો કે મનપામાં મોટા મુદ્દાઓ સામે શાસકો કાર્યવાહી કરવાની જગ્યાએ અંગત કામો ન થવાના કારણે નાના કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે.
વિપક્ષી નેતા લલિત પરસાણાએ ચેતવણી આપી છે કે જા કમિશનર દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના અને અન્ય કોર્પોરેટરોના અભિપ્રાય લીધા વિના કર્મચારીની બદલી કરવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે. તેમણે ભાજપના નારાજ કોર્પોરેટરોને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. બીજી તરફ ડેપ્યુટી મેયર આકાશ કટારાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. હાલ સમગ્ર મામલે મનપા કમિશનર શું નિર્ણય લે છે અને કર્મચારીની બદલી અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.