ઉનાના ગરાળ ગામે આવેલી ભૂતડા દાદા સીમ શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ વંદન અને રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આચાર્ય બાબુભાઈ ભાલીયાએ સ્વાગત પ્રવચન કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના કેળવાય તેવા વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









































