બુધવારે સવારે ઉત્તર કેન્યાના એક દૂરના વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. પાંચ અમેરિકન નાગરિકો સહિત સાત લોકોના મોત થયા. વધુ વિગતો આપતા, કેન્યા નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર સવારે ૯ઃ૧૩ વાગ્યે લોઇસાબા સંરક્ષણ ક્ષેત્રથી સંબુરુ કાઉન્ટીના ઇવાસો નાયરો વિસ્તારમાં ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું. પાઇલટ સહિત સાત લોકો સવાર હતા. અકસ્માતની તપાસ ચાલી રહી છે.બુધવારે મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા, સામ્બુરુ પોલીસ કમાન્ડર ડેવિડ ન્કોરોઈએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. વોશિંગ્ટનમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે મૃતકોમાંથી પાંચ અમેરિકન નાગરિક હતા.
યુએસ એમ્બેસી સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. કોન્સ્યુલર એક્સેસ પૂરી પાડવામાં આવી રહી છે. અમે પીડિતોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જાકે, ફ્લોરિડા (યુએસએ)ના મિયામીથી કાર્યરત એક સ્થાનિક ટેલિવિઝન ચેનલે અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં જાસ સુઆરેઝ (૫૫) પણ હતા, જે યુનિવર્સલની માલિકીના સ્પેનિશ ભાષાના ટેલિવિઝન નેટવર્ક ટેલિમુન્ડોના ચેનલોના પ્રમુખ અને જનરલ મેનેજર હતા.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર દેશના લોકપ્રિય પર્યટન સ્થળ માઉન્ટ ઓલોલોકવેની તળેટીમાં એક દૂરના વિસ્તારમાં ક્રેશ થયું હતું. સ્થાનિક કંપની લેડી લોરી હેલિકોપ્ટર્સ દ્વારા સંચાલિત આ હેલિકોપ્ટર, ટ્રાવેલ કંપની બિયોન્ડના મહેમાનોને લઈ જઈ રહ્યું હતું.
સ્થાનિક સફારી ઓપરેટર ટ્રોપિક એર કેન્યાએ જણાવ્યું હતું કે તેણે શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે બે હેલિકોપ્ટર મોકલ્યા છે. ઉડ્ડયન સત્તાવાળાએ જણાવ્યું હતું કે ક્રેશ થયેલ હેલિકોપ્ટર યુરોકોપ્ટર ઈઝ્ર૧૩૦ મ્૪ હતું. કેન્યા રેડ ક્રોસે જણાવ્યું હતું કે તેની કટોકટી પ્રતિભાવ ટીમો વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ભાગ લઈ રહી છે, અને બચાવકર્તાઓ ક્રેશ સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.ફેબ્રુઆરીમાં, પશ્ચિમ કેન્યાના પર્વતીય વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં છ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સંસદના એક સભ્યનો પણ સમાવેશ થાય છે.