અમરેલી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ડ્ઢન્જીજી ખેલાડીઓએ અમદાવાદ ખાતે યોજાયેલી હેન્ડબોલ સબજુનિયર-૨૦૨૬ની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાંસ્ય પદક મેળવ્યું હતું. ટીમે પ્રારંભિક રાઉન્ડથી જ શાનદાર રમત દર્શાવી હતી. વિજેતા ટીમમાં સૂર્યદીપ વાઘેલા, ઓમ ગજેરા, નવીન ચૌહાણ, કરણ ખૂંટી, દિવ્યેશ હુંબલ, અભય પરમાર, મનદીપ ગોહિલ, સિધ્ધરાજ જાળું, પ્રિન્સ ચૌહાણ, ચતુર ચારોલીયા, નીખીલ સાગઠીયા, નરેશ દુદવે, યશ ઝાપડિયા, ધવલ બાંભણીયા, રાહુલ વાઘેલા અને રાજવીર ઢીલા સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિધ્ધિ પાછળ સ્પોટ્‌ર્સ સ્કૂલના નિયમિત પ્રશિક્ષણ અને કોચના માર્ગદર્શનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ અને કોચ રવિભાઈ નાવડિયા, ટ્રેનર કમલેશભાઈ ભાલીયા તથા ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા