ધારીના ધારગણી ગામે ગાડી હટાવવાનું કહેતા ગાળો આપીને મુંઢ ઈજા પહોંચાડી હતી. આ અંગે રાજેશભાઈ નાગજીભાઈ સરધારા (ઉ.વ.૬૫)એ વાવડી ગામના અનકભાઈના દીકરા તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાત્રે તેઓ પોતાની વાડીએ જતા હોય તે દરમ્યાન તેના વાડીના માલીકીના રસ્તા ઉપર એક ફોર વ્હીલ ગાડી રસ્તામાં આડી રાખી અવરોધ કર્યો હતો. જેથી તેમણે ગાડી હટાવાનું કહેતા સારૂં નહોતું લાગ્યું. અનકભાઇના દિકરા તથા અજાણયા ઇસમોએ તેમને ગાળો આપી આરોપીઓ ચારેય લાકડી વડે તેને શરીરે આડેધડ માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. તેમજ તેમને માથાના પાછળના ભાગે ત્રણ ટાંકા આવી તેવી ઇજા કરી હતી. ઉપરાંત અનકભાઇના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિપુભાઈ અમરૂભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.






































