ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત અમરેલી તથા કે. કે. પારેખ કોમર્સ કાલેજ દ્વારા ‘ખેલો ઇન્ડિયા – ખેલ કી બાત પીએમ નરેન્દ્ર મોદી કે સાથ’ લાઈવ ઓનલાઈન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી અને રાજુલાની કાલેજના ૨૮૬ એન.એસ.એસ. વોલિયન્ટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રો. ડા. આશિષ ગોરવાડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા યુવા અધિકારી રાકેશ બિશનોઈ અને પ્રવીણ જેઠવાએ ખેલો ઇન્ડિયા તેમજ માય ભારતની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી યુવાનોને નશામુક્તિના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે નેશનલ ગેમ ગોલ્ડ મેડાલિસ્ટ નકુમ માર્ગી અને તવિયા ગુંજને યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાહુલભાઈ (અગ્નિવીર ટ્રેનર) ના સંચાલન અને આશિષ જાદવની ટીમની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેની પૂર્ણાહુતિ પ્રોફેસર પટેલના આભાર દર્શન સાથે થઈ હતી.








































