રાજુલામાં દર વર્ષે ભુદેવો દ્વાર સમુહ જનોઈ બદલાવવાની વિધિ બ્રહ્મસમાજ વેદમાતા ગાયત્રી મંદિર હોલ કરવામાં આવે છે. બળવંતરાય શાસ્ત્રીના આચાર્ય પદે સમુહજનોઈ બદલવાની વિધિ કરવામાં આવી હતી. ચિરાગ જોશીએ જણાવેલ કે દર વર્ષ સમુહમાં જનોઈ ધારણ કરાય છે. સપ્તરૂષી વિષ્ણુ ભગવાન, ગણેશજી, શિવનું પૂજન-અર્ચન, આરતીની સાથે વેદ માતા ગાયત્રીના મંત્ર જાપ કરવામા આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મનોજભાઈ વ્યાસ અને પરાગભાઈ જોષી જહેમત ઉઠાવી હતી. આરતીનો લાભ ચિરાગ જોષી, ભરતભાઈ મહેતા, ભરતભાઈ રાજગુરુ લીધો હતો.
બ્રહ્મસમાજ આગેવાન વિજયભાઈ જોષી, શશિભાઈ રાજગુરુ, દિપકભાઇ ત્રિવેદી, રવિ વડીયા, કનકભાઇ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.










































