અમરેલી જિલ્લાના વડીયા-મોટી કુંકાવાવ તાલુકાના તોરી ખેડૂત ચર્ચા મંડળના પ્રમુખ વિનુભાઈ એ. કોટડીયા દ્વારા ગુજરાત રાજ્યના મંત્રી અને અમરેલી, વડિયા-મોટી કુંકાવાવના ધારાસભ્ય કૌશિક વેકરીયાને પત્ર લખીને તોરી-રામપૂર સૂરવો નદી પર આવેલ નર્મદા યોજનાના વાલ્વ ખોલવા માંગણી કરવામાં આવી છે. હાલમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને ખેતીનો પાક બચાવવા માટે પાણીની અત્યંત જરૂરિયાત ઉભી થઈ છે. આ બાબતની ત્વરિત નોંધ લઈને રામપૂર ટીંબાપર નર્મદા યોજનાના વાલ્વ તુરંત ખોલવામાં આવે જેથી ખેતી માટે ખેડૂતોને મદદરૂપ બની શકાય.










































