અમરેલી જિલ્લામાં બે મહિલા સહિત ૭ લોકોના વિવિધ બનાવોમાં મોત થયાં હતાં. પ્રથમ બનાવમાં હાલ સુરતમાં રહેતા અને વેપાર કરતાં મૂળ બગસરાના બાલાપુર ગામના રમેશભાઈ ઉકાભાઈ ઠુમ્મર (ઉ.વ.૫૬)એ જાહેર કર્યા મુજબ, હરેશભાઈ પાંચાભાઈ ઠુમ્મરનું માવજીંજવા ગામે એક વાડીમાં અકસ્માતે કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ સાવરકુંડલામાં રહેતા પ્રશાંતકુમાર વિજય યાદવ (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, તેમનો હમવતની બલદિપસિંગ જુજારસિંહ (ઉ.વ.૨૬) રૂમ પર એકલો હતો. તેઓ રૂમ પર આવતાં તેના મોઢા તથા નાકમાંથી ફીણ નીકળતાં હોવાથી સારવાર અર્થે લઈ જતાં મૃત જાહેર કરાયો હતો.ત્રીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ જમાડ (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમનાં પત્ની જયાબેન (ઉ.વ.૫૨)ને છેલ્લા ઘણા સમયથી ઊંઘ આવતી નહોતી. જેથી કંટાળી જઈ પોતે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જવાથી સારવાર દરમિયાન મરણ પામ્યાં હતા.ચોથા બનાવમાં અમરેલીમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના ઉડારી ગામના લીલાબેન અજીતભાઈ આદિવાસી (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા પ્રમાણે, અજીતભાઈ ધીરૂભાઈ આદિવાસી (ઉ.વ.૩૩) પાણાની ખાણમાં નાહવા પડ્‌યા હતા અને પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા.પાંચમા બનાવમાં લીલીયામાં રહેતા અને કટલેરીનું કામ કરતા હિંમતભાઈ અરવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા પ્રમાણે, અરવિંદભાઈ ઝવેરભાઈ ચૌહાણ (ઉ.વ.૫૩)ને કોઈ કામ-ધંધો મળતો નહોતો. બેરોજગારીથી કંટાળી તેમણે ગળે બ્લેડ મારી હતી, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું