નીટ પરીક્ષામાં ગેરરીતિઓને લઈને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર છે. તેમના ભૂખ હડતાળ અને ઉપવાસને રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલનો ટેકો મળ્યો છે. કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા સિબ્બલે કહ્યું કે આજે સોનમ વાંગચુકના ઉપવાસનો ૧૮મો દિવસ છે, છતાં સરકારે હજુ સુધી કોઈ વાતચીત શરૂ કરી નથી.
કપિલ સિબ્બલે પૂછ્યું, “કોઈ ભૂખ હડતાળ પર કેમ જાય છે? મહાત્મા ગાંધી ઉપવાસ કેમ કરતા હતા? જ્યારે પણ એવું લાગે છે કે સરકાર અન્યાય કરી રહી છે, ત્યારે વિરોધ કરવો સ્વાભાવિક છે. વિરોધના ઘણા સ્વરૂપો છે, અને ઉપવાસ તેમાંથી એક છે.”
તેમણે કહ્યું કે જ્યારે કોઈ ઉપવાસ પર જાય છે અને પોતાનો જીવ જાખમમાં મૂકે છે, ત્યારે સરકારની જવાબદારી છે કે તે ઓછામાં ઓછું તેમની સાથે વાતચીત કરે. લોકશાહીમાં, કોઈપણ વિવાદનો સૌથી અસરકારક ઉકેલ વાતચીત છે.
સિબ્બલે કહ્યું, “મને અણ્ણા હજારેનું આંદોલન યાદ છે. જ્યારે પણ અણ્ણા હજારે ભૂખ હડતાળ પર ઉતરતા અને જનલોકપાલ બિલ માટે આંદોલન થતું, ત્યારે સરકાર તેમની સાથે જાડાતી. સરકારનું કામ લોકોની વાત સાંભળવાનું અને તેમની સમસ્યાઓનું નિરાકરણ શોધવાનું છે. પરંતુ જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે સરકાર એવું કહેવા લાગે કે તે કોઈનું સાંભળશે નહીં, ત્યારે તે લોકશાહી માટે ચિંતાજનક છે. આજે, ભારતીય રાજકારણ આવા ક્રોસરોડ પર હોય તેવું લાગે છે.