એજન્સીએ જણાવ્યું હતું કે આ કેસમાં ધરપકડ કરાયેલા લાતુરના કોચિંગ સેન્ટર ઓપરેટરના મોબાઇલ ફોનમાંથી મળી આવેલા ૧૩૬ હસ્તલિખિત રસાયણશા†ના પ્રશ્નોમાંથી ૧૧૧ નીટ યુજી ૨૦૨૬ના માસ્ટર પ્રશ્ન સેટ સાથે મેળ ખાય છે. સીબીઆઈએ આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી હતી.સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ પ્રશ્નો શિવરાજ મોટેગાંવકરના મોબાઇલ ફોનમાંથી મળી આવ્યા હતા. શિવરાજ મહારાષ્ટ્રના લાતુરમાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસ ચલાવે છે અને ‘મોટેગાંવકર સર’સ આરસીસી’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેના આશરે ૧.૬૮ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.એજન્સીના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે સહ-આરોપી આદિત્ય મોટેગાંવકર સહ-આરોપી પી.વી. કુલકર્ણી દ્વારા ચલાવવામાં આવતા ખાસ વર્ગોમાં હાજરી આપતા હતા. સીબીઆઈનો આરોપ છે કે લીક થયેલા રસાયણશા†ના પ્રશ્નો આ વર્ગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આદિત્યએ તે પ્રશ્નોની હસ્તલિખિત નોંધો તૈયાર કરી. તપાસ દરમિયાન, શિવરાજ મોટેગાંવકરના મોબાઇલ ફોનમાંથી ૩૬ ફોટોગ્રાફ્સ (જેમાંથી પાંચ ડુબ્લિકેટ હતા) મળી આવ્યા હતા.આમાં ૧૩૨ હસ્તલિખિત રસાયણશા†ના પ્રશ્નોનો સમાવેશ થાય છે, જે પ્રથમ દ્રષ્ટિએ શિવરાજ મોટેગાંવકરના હસ્તાક્ષરમાં હોવાનું જાણવા મળ્યું હતું. સીબીઆઈએ કોર્ટને માહિતી આપી હતી કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે ૧૧૧ પ્રશ્નો દ્ગ્છ દ્વારા તૈયાર કરાયેલ દ્ગઈઈ્-ેંય્ ૨૦૨૬ માસ્ટર પ્રશ્ન સેટ સાથે મેળ ખાય છે.સીબીઆઈના જણાવ્યા અનુસાર, મોબાઇલ ફોન પર આ ફોટોગ્રાફ્સની કેપ્ચર તારીખ ૨૩ એપ્રિલ, ૨૦૨૬ છે, જ્યારે નીટ યુજી ૨૦૨૬ ની પરીક્ષા ૩ મે, ૨૦૨૬ ના રોજ યોજાઈ હતી. આનો અર્થ એ છે કે આ પ્રશ્નો પરીક્ષાના લગભગ બે અઠવાડિયા પહેલા મોબાઇલ ફોન પર હાજર હતા.
સીબીઆઈનો દાવો છે કે શિવરાજ મોટેગાંવકરને આ પ્રશ્નો લાતુરની સિદ્ધિવિનાયક હોÂસ્પટલના પરિસરમાં મળ્યા હતા. આ હોÂસ્પટલ શહેરના બાળરોગ નિષ્ણાત ડા. મનોજ શિરુરે દ્વારા ચલાવવામાં આવે છે. તપાસ એજન્સીનો આરોપ છે કે દ્ગ્છ પેનલના સભ્ય અને અનુવાદક પી.વી. કુલકર્ણી દ્વારા પ્રશ્નપત્રો લીક કરવામાં આવ્યા હતા.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, લીક થયેલા પ્રશ્નપત્રોની પીડીએફ ફાઇલો ટેલિગ્રામ દ્વારા ૧૦ લાખમાં વેચવામાં આવી હતી. એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે પરીક્ષાના કેટલાક અઠવાડિયા પહેલા કેટલાક ઉમેદવારોમાં ૧૫૦ પાનાનું અનુમાનપત્ર, જેમાં ૪૧૦ પ્રશ્નો હતા, વહેંચવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યા અનુસાર, નીટ યુજી ૨૦૨૬ રસાયણશા†ની પરીક્ષામાં આ અનુમાનપત્રમાંથી આશરે ૧૨૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં શિક્ષકો અને દ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ધરપકડો દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિલ્યાનગરમાં કરવામાં આવી હતી.૩ મે, ૨૦૨૬ ના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષામાં ૨.૨૭ મિલિયનથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. પેપર લીકના આરોપો બાદ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ૧૨ મે, ૨૦૨૬ ના રોજ પરીક્ષા રદ કરી હતી. ગાઉ, એક નીટ સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો હતો, જે બાયોમેટ્રિક્સ કંપનીના કર્મચારીઓ સાથે કાવતરું ઘડી રહી હતી.





































