તમામ તાલુકાઓમાં તબક્કાવાર યોજાનારી આ શાળાઓમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે:  હિરેન હિરપરા

ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા ‘પ્રાકૃતિક કૃષિ શાળા’ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાઈ રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના શુભઆશય સાથે આ વિઝનને યોજનાઓ અને સંગઠન દ્વારા પ્રત્યેક ગામડા સુધી પહોંચાડાશે. અભિયાનના પ્રારંભ રૂપે અષાઢી બીજના પાવન અવસરે દસક્રોઈના પીરાણા સ્થિત કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પ્રથમ કૃષિ શાળા યોજાશે. કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરાના જણાવ્યા મુજબ, તમામ તાલુકાઓમાં તબક્કાવાર યોજાનારી આ શાળાઓમાં ખેડૂતોને ગૌ આધારિત ખેતી, ઓછો ખર્ચ અને જમીનની ફળદ્રુપતા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી ભરતભાઈ પંડ્‌યા, ધારાસભ્ય બાબુલાલભાઈ પટેલ, કૃષિ નિષ્ણાતો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.