સાવરકુંડલાની પવિત્ર કબીર ટેકરી ખાતે સંતોની ઉપસ્થિતિમાં ‘માનવતાની મહેક- કબીર ટેકરી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં સંસ્થાની અન્નસેવા, ગૌસેવા અને ટિફિન સેવા જેવી માનવલક્ષી પ્રવૃત્તિઓને આવરી લેવાઈ છે. આ સેવાકાર્યોને સુંદર રીતે પુસ્તકસ્થ કરવા બદલ સહ-લેખક અને શિક્ષક મનીષભાઈ વિંઝુડાનું શાલ અને સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરાયું હતું.