ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ભક્તિ, પરંપરા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થઇ છે આ વર્ષની રથયાત્રામાં સૌથી વધુ ચર્ચાનો વિષય ૧૮ ગજરાજ અને તેમની સુરક્ષા માટે અપનાવવામાં આવેલી નવી રણનીતિ બની છે. ગયા વર્ષે એક ગજરાજ બેકાબૂ બન્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે અગાઉ ક્્યારેય જાવા મળ્યા નહોતા.રથયાત્રામાં સૌથી આગળ ૧૮ ગજરાજ આગેવાની કરી રહ્યા હતાં આ વખતે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ગજરાજાની સાથે અગ્રભાગમાં ચાલતા જાવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે પરંપરાગત સ્વાગત કાર્યક્રમોમાં રોકાયા વગર તેઓ સીધા રથયાત્રા સાથે આગળ વધતા રહ્યા હતા.ગયા વર્ષની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગજરાજાને શાંત અને નિયંત્રણમાં રાખવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાથીઓના પગમાં સુરક્ષાત્મક સાંકળ (બેડી) બાંધવામાં આવી છે તેમજ તેમની સાથે અનુભવી મહાવતોની ટીમ સતત તૈનાત રાખવામાં આવી હતી આ ઉપરાંત ગજરાજાની આસપાસ કોઈ બેન્ડબાજા વગાડવામાં આવતા ન હતાં અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા ન હતાં જેથી મોટા અવાજના કારણે હાથીઓ ગભરાય ન હતાં આ વર્ષની રથયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર જાવા મળ્યો. અગાઉની જેમ ગજરાજ પર અન્ય કોઈ વ્યÂક્તને બેસાડવામાં આવી નથી. માત્ર તેમના મહાવત જ હાથી પર સવાર થયા હતા. સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ આ વખતે રથયાત્રામાં પગપાળા જાડાયા હતા. બીજી તરફ, રથયાત્રાના સમગ્ર માર્ગ પર રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન માટે આતુરતાપૂર્વક ઉભા રહ્યા હતા. “જય જગન્નાથ”ના ગગનભેદી નાદ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું અને રથયાત્રાના ભવ્ય દ્રશ્યો આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ રજૂ કરી રહ્યા હતા.