અષાઢી બીજના પાવન દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું મોત થયું છે, જ્યારે તેની સાથે રહેલી બીજી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે મોપેડને ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.પ્રાથમિક માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય રિયા કુંભાણી અને ૨૦ વર્ષીય ઉર્વિષા બાંભણિયા સવારે અમરોલીની કોલેજમાં ગયા બાદ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોપેડ પર નીકળ્યા હતા. રસ્તામાં સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર તેમની મોપેડને એક ટ્રકે ટક્કર મારી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે રિયા કુંભાણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઉર્વિષા બાંભણિયાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવતીને પહેલા સ્મીમેર હોÂસ્પટલ અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં બંને પરિવારો હોÂસ્પટલ પહોંચ્યા હતા. અષાઢી બીજના દિવસે જ યુવતીના મૃત્યુથી પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.જહાંગીરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે સ્થળના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.








































