સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (તાલુકા સંગઠન-બગસરા) દ્વારા આગામી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન બગસરાની પટેલવાડી ખાતે લેઉવા પટેલ સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. આ કાર્યક્રમમાં સને ૨૦૨૬ના વર્ષમાં ધોરણ ૫ થી ૮માં ૮૦% કે તેથી વધુ અને ધોરણ ૯, ૧૦, ૧૨ (સામાન્ય તથા સાયન્સ પ્રવાહ) તેમજ કોલેજ, અનુસ્નાતક અને મેડિકલ-એન્જીનીયરીંગ જેવી પ્રોફેશનલ ડીગ્રીમાં નિયત ટકાવારી સાથે ઉત્તીર્ણ થનાર બગસરા તાલુકાના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ગ્રુપના મહામંત્રી જયદીપ હિરપરાના જણાવ્યા મુજબ, લાયકાત ધરાવતા સ્થાનિક કે બહારગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ, નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે તા. ૧૦-૮-૨૦૨૬ સુધીમાં સરદાર પટેલ શરાફી સહકારી મંડળી અથવા મેઘાણી હાઈસ્કૂલ ખાતે નિયત પદાધિકારીઓનો સંપર્ક કરી પહોંચતી કરવાની રહેશે.






































