રાજુલાના બારપટોળી ગામના પશુપાલક મેરુભાઈ વાઘની બે ગાયો છેલ્લા ૬ મહિનાથી શિંગડાના અસહ્ય દુખાવાથી પીડાતી હતી. આ અંગેની જાણ થતાં જ ૧૯૬૨ ફરતા પશુ દવાખાના (સ્ફડ્ઢ) દાંતરડીના ડા. સુશીલ ચાંડેરા અને વિક્ટર ટીમના ડા. ભરતસિંહ ગોહિલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં ગાયોને હોર્ન કેન્સર હોવાનું બહાર આવતા, શિંગડા દૂર કરવા ઓપરેશન કરવું અનિવાર્ય બન્યું હતું. પશુ ચિકિત્સકોએ ગૌશાળા ખાતે જ ગાયોનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી કેન્સરગ્રસ્ત ભાગ દૂર કર્યો હતો. આ કામગીરીમાં પાયલોટ ગુણાભાઈ અને અજયભાઈએ પણ મહત્વનો સહયોગ આપ્યો હતો.