વર્ષ ૨૦૨૬-૨૭માં એ.જી.આર.-૫૦ ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર) યોજના અંતર્ગત પૂર્વમંજૂરી મેળવેલા અમરેલી જિલ્લાના ખેડૂતોએ ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી નિયત સમયમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે.
તમામ લાભાર્થીઓએ સરકાર માન્ય મોડેલના ટ્રેક્ટરની ખરીદી અને પાસિંગ કરાવીને જરૂરી તમામ સાધનિક કાગળો પૂર્વમંજૂરીની તારીખથી ૬૦ દિવસની મર્યાદામાં જે-તે તાલુકાના ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)ને સબમિટ કરવાના રહેશે.જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, આ તમામ ડોક્યુમેન્ટ્‌સ આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર અપલોડ કરવા ફરજિયાત છે. જો નિયત સમય મર્યાદામાં કાગળો અપલોડ કે રજૂ કરવામાં નહીં આવે, તો અરજી રદ ગણાશે અને ત્યારબાદ સહાય માટેનો કોઈ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.