જાફરાબાદમાં જૂની અદાવત અને મનદુઃખ રાખીને એક યુવક અને તેના ભાઈ પર ૬ શખ્સોએ એકસંપ થઈ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને મોઢા તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જીગ્નેશભાઇ જશાભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)એ પ્રકાશભાઇ બાબુભાઇ શિયાળ, રાજુભાઇ નાનજીભાઇ સાંખટ, સુનીલ બારૈયા, હાર્દિક બારૈયા, સાગરભાઇ માયાભાઇ બારૈયા તથા રામભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેમને તેના મિત્ર કાનાભાઈ સાથે સારા સંબંધો હતા, જે બાબત આ કામના મુખ્ય આરોપી પ્રકાશભાઈ શિયાળને ગમતી ન હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ તેમને તેમજ તેના ભાઈને જાહેરમાં જેમ ફાવે તેમ બીભત્સ ગાળો આપી હતી. ઉપરાંત મોઢાના ભાગે ઢીકાપાટુનો મૂઢ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ જતાં-જતાં ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને વાત કરશે તો ‘જાનથી મારી નાખીશું’. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.








































