અમરેલી સ્થિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં નવા શૈક્ષણિક વર્ષ નિમિત્તે “ફ્રેશર્સ વેલકમ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત આ સંકુલની કે.પી. ધોળકિયા ઈન્ફોટેક મહિલા કોલેજમાં અને લેઉવા પટેલ ટ્રસ્ટ મ્મ્છ મહિલા કોલેજમાં નવી વિદ્યાર્થીનીઓનો સ્વાગત મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ ડાન્સ, કેટવોક અને વિવિધ મનોરંજક રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.








































