વાવ-થરાદ જિલ્લામાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. થરાદના માધવ કોમ્પલેક્ષમાં આવેલા ગોડાઉન તેમજ ચોથાનેસડા ગામના એક મેડિકલ સ્ટોર પર દરોડા પાડીને પોલીસે ૬.૮૯ કરોડથી વધુની કિંમતનો ૮,૦૬૦ નંગ ‘ટ્રામાડોલ’ દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે.
ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અને લાયસન્સનો દુરુપયોગ કરીને આ નશાકારક દવાઓ વેચવાના કૌભાંડમાં ર્જીંય્ની ટીમે મફા રબારી અને વિક્રમ રાજપૂત નામના બે મેડિકલ સંચાલકોની અટકાયત કરી છે. જિલ્લામાં માદક પદાર્થો સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત થરાદ અને માવસરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
વાવ-થરાદ જિલ્લામાં મેડિકલ સ્ટોર અને ગોડાઉનમાં મોટી માત્રામાં પ્રતિબંધિત દવાઓનો સંગ્રહ કરી વેચાણ થતું હોવાની બાતમીના આધારે ર્જીંય્ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.
એસઓજીને ખાનગી બાતમી મળી હતી કે, થરાદમાં આવેલા માધવ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે જેના આધારે ર્જીંય્ની ટીમે રેડ કરી હતી જેમાં સ્થળ પરથી ૭૪૦૦ નંગ ટ્રોમાડોલ નામની પ્રતિબંધિત દવાઓનો ૬.૮૭ કરોડથી વધુનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સિકોતર મેડિકલ સ્ટોરના લાયસન્સનો દુરુપયોગ કરી પ્રતિબંધિત દવાઓ કોઈપણ ડાકટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરતા મફા રબારીની અટકાયત કરી થરાદ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધી અટકાયત કરાઈ હતી.
પકડાયેલ મફા રબારીની પોલીસ દ્વારા કડક પૂછપરછમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો ધરણીધર તાલુકાના ચોથાનેસડા ગામે આવેલા મેડિકલ સ્ટોરના સંચાલક વિક્રમ રાજપૂતને પણ વેચાણ અર્થે આપ્યો હોવાની કબુલાત કરતા એસઓજીની ટીમે ચોથાનેસડા ગામે
રેડ કરી મેડિકલ સ્ટોરમાંથી ૬૬૦ નંગ ટ્રામાડોલ પ્રતિબંધિત દવાઓનો ૨.૬૪ લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ મેડિકલ સ્ટોરના સંચાલક વિક્રમ રાજપુતની અટકાયત કરી માવસરી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બન્ને શખ્સોના કબ્જામાંથી ૮૦૬૦ નંગ ટ્રામાડોલ કાયદાથી નિયંત્રિત કરેલ પ્રતિબંધિત માદક દવાઓના ૬.૮૯ કરોડથી વધુની કિંમતના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
ડીવાયએસપી શિલ્પા ભારાઈએ જણાવ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લામાં ઝીરો ટોલરેન્સ નીતિ અંતર્ગત જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ સામે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવા અને કેસો શોધી કાઢવા માટે બનાસકાંઠા રેન્જ આઈજી પરિક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના મળતા એસઓજીની ટીમે થરાદ અને ચોથાનેસડાથી બે શખ્સોની અટકાયત કરી કાયદામાં નિયંત્રિત કરેલ પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો મેડિકલ સ્ટોર અને ગોડાઉનમાં વેચાણ માટે રાખેલો ઝડપી લીધો છે. બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.