અમરેલી જિલ્લાના વાંકિયા ગામ ખાતે આવેલા રામદેવજી મહારાજના મંદિરે અષાઢી બીજના પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. પેથાણી અને કથીરિયા પરિવાર દ્વારા છેલ્લા ૧૦૦ વર્ષથી વધુ સમયથી આ ધાર્મિક પરંપરાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે, જે આજે પણ ગામની આસ્થા, એકતા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે.આ પાવન દિવસે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્‌યા હતા અને દિવસભર પૂજન-અર્ચન તથા દર્શનનો લાભ લીધો હતો. બપોરે ફરાળ પ્રસાદ અને સાંજે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. રાત્રિના સમયે રામમંડળ દ્વારા પ્રેરણાદાયી ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.