આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ જળ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનને મોટી રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપ્યા છે. દિલ્હી જલ બોર્ડ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર અને ટેન્ડર ગેરરીતિઓના સંબંધમાં સત્યેન્દ્ર જૈનની દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન, સત્યેન્દ્ર જૈનનું પ્રતિનિધિત્વ કરતા વકીલ એન હરિહરને દલીલ કરી હતી કે કેસ નોંધાયાના ૨૭ મહિના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી, તે દરમિયાન તેમને ફક્ત એક જ વાર પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, અને જ્યારે તેમને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.સત્યેન્દ્ર જૈનના વકીલે જણાવ્યું હતું કે કેસમાં બધી સામગ્રી દસ્તાવેજી પ્રકારની છે અને તપાસ એજન્સીઓ દ્વારા બધી સંબંધિત સામગ્રી પહેલાથી જ જપ્ત કરવામાં આવી છે, જ્યારે છઝ્રમ્એ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન એક રીઢો ગુનેગાર છે. છઝ્રમ્એ જણાવ્યું હતું કે જામીન અરજી પર નિર્ણય લેતી વખતે આ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જાઈએ. કોર્ટે ૨ લાખ રૂપિયાના બે જામીનગીરી જમા કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.
એસીબીએ જૈન સહિત કુલ છ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં સત્યેન્દ્ર કુમાર જૈન (જીએનસીટીડીના ભૂતપૂર્વ પાણી મંત્રી), ઉદિત પ્રકાશ રાય (આઇએએસ, દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સીઇઓ), અંકિત શ્રીવાસ્તવ (દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ કરાર સલાહકાર), નાગેન્દ્ર યાદવ (મેસર્સ એએન એન્ટરપ્રાઇઝના માલિક), રાજા કુમાર કુર્રા (મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક) અને પંકજ વર્મા (મેસર્સ શ્રીજનહરના માલિક)નો સમાવેશ થાય છે.આ કેસ ૧૧ મે, ૨૦૨૪ ના રોજ હ્લૈંઇ નંબર ૧૦/૨૦૨૪ સાથે સંબંધિત છે. એફઆઇઆર ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦, ૪૦૯, ૪૧૮ અને ૧૨૦-બી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી હતી. દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.એસીબીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એકત્રિત કરાયેલા દસ્તાવેજી, ઇલેક્ટ્રોનિક અને નાણાકીય પુરાવાના આધારે છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ, કાયદા મુજબ તમામ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.








































