ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે એમએસ ધોનીના આઈપીએલ કારકિર્દી વિશે મોટો ખુલાસો કર્યો છેઆ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હેઠળ પોતાના વર્કલોડને ઘટાડીને પોતાની આઈપીએલ કારકિર્દી લંબાવી શક્યો હોત, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે જા તે રમવાનું ચાલુ રાખે તો તે પૂર્ણ-સમય વિકેટકીપર રહેવા માંગે છે. ધોનીના ભવિષ્ય વિશે અટકળો હંમેશા પ્રવર્તે છે. તે છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પીડાઈ રહ્યો છે. ધોનીએ આઈપીએલ ૨૦૨૬ માં એક પણ મેચ રમી ન હતી, અને હવે આગામી સીઝનમાં તેની ભાગીદારી અંગે સતત ચર્ચા થઈ રહી છે.
બદ્રીનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “ધોનીએ પોતે મને કહ્યું હતું કે તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે. તે પોતાને ફુલ-ટાઇમ વિકેટકીપર તરીકે જુએ છે, જેનો અર્થ એ છે કે તેણે આખી ૨૦ ઓવર મેદાન પર રહેવું પડશે. તેથી, તે ચોક્કસ છે કે તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે, પરંતુ જા ધોની આવું કરે છે, તો તે સીએસકે માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક રહેશે.”
બદ્રીનાથે કહ્યું, “ધોની માટે લાંબા સમય સુધી રમવું મુશ્કેલ બનશે, જેમ કે (ભૂતપૂર્વ સીએસકે મુખ્ય કોચ સ્ટીફન) ફ્લેમિંગે પણ કહ્યું છે. તે ૧૬મી ઓવર પછી જ બેટિંગ અને વિકેટ કીપિંગ કરશે. જ્યારે તેની ભાગીદારી એટલી મર્યાદિત હોય છે, ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવું તેના માટે આદર્શ રહેશે.”
બદ્રીનાથ માને છે કે ઈમ્પેક્ટ પ્લેયર રૂલ ધોનીનો વર્કલોડ હળવો કરી શકે છે. આનાથી સીએસકે તેના અનુભવ અને ફિનિશર તરીકેની તેની ભૂમિકાનો લાભ લઈ શકે છે. વિકેટકીપર તરીકે રમવાનું ચાલુ રાખવાની ધોનીની પસંદગીનો અર્થ એ છે કે સીએસકેને આગામી વર્ષે આઈપીએલમાં તેની ભાગીદારી અંગે નિર્ણય લેવા માટે રાહ જાવી પડી શકે છે. સીએસકેને પાંચ આઈપીએલ ટાઇટલ અપાવનાર ધોનીએ ૨૦૨૪ સીઝન પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારથી બેટ્સમેન તરીકેની તેની ભૂમિકા મર્યાદિત થતી જાવા મળી છે.







































