આગામી ૪ સપ્ટેમ્બરે યોજાનારી જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજનમાંથી વિશ્વ હિન્દુ પરિષદે ખસી જવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૧૯૮૧થી પરંપરાગત રીતે પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તા. ૩૧ ઓગસ્ટે યોજાયેલી હિન્દુ સમાજની બેઠકમાં કેટલાક મુદ્દે વિવાદ સર્જાતા સમાજમાં ભાગલા ન પડે તે હેતુથી નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું. જોકે, જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં પરિષદ સહયોગ આપશે. રથ શણગાર, ફ્લોટ અને દુર્ગાવાહિનીની બહેનો પણ શોભાયાત્રામાં જોડાશે. અન્ય કોઈ સંસ્થા આયોજન કરે તો તેને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.








































