રાજકોટ એઈમ્સ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ સ્વ. કિશોરભાઈ ટિલાળાની પાવન સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના આયોજનમાં યોજાયેલા આ સેવાકીય આરોગ્ય કેમ્પમાં મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તબીબો, આયોજકો અને સેવાભાવી કાર્યકરો સાથે મુલાકાત કરવામાં આવી હતી. લોકોના સ્વાસ્થ્યની ચિંતા સાથે યોજાયેલ આ આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સ્વ. કિશોરભાઈ ટિલાળાની સ્મૃતિને સેવાકાર્ય સાથે જોડતો આ કેમ્પ સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી બન્યો હતો.