પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની વધતી માંગને ધ્યાનમાં લઈને વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના વધુ છ ફેરા મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ જુલાઈ માસમાં આ ટ્રેનની સેવા બંધ કરવામાં આવી હતી. ટ્રેન ફરી શરૂ કરવા માટે વેરાવળ રેલવે સલાહકાર સમિતિ તેમજ મુસાફરો દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. લોકસભા સાંસદ રાજેશ ચુડાસમાએ પણ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી હતી. તહેવારોની સિઝન દરમિયાન હરિદ્વાર જતા મુસાફરોની સંખ્યા વધવાની સંભાવનાને પગલે રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર ૦૯૨૦૩ વેરાવળથી હરિદ્વાર માટે ૨૦ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી દર મંગળવારે દોડશે. જ્યારે ૦૯૨૦૪ હરિદ્વારથી વેરાવળ માટે ૨૧ ઓક્ટોબરથી ૨૫ નવેમ્બર સુધી દર બુધવારે દોડશે.