સાવરકુંડલાની વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સરકારશ્રીના પરિપત્ર મુજબ તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ “સ્વચ્છતા ઝુંબેશ” અંતર્ગત શ્રમયજ્ઞ અને સફાઈ અભિયાન યોજાયું હતું. આચાર્ય ડો.એસ.સી. રવિયાના માર્ગદર્શન હેઠળ N.S.S.ના વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં શ્રમદાન કરી કચરો એકત્રિત કર્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિકમુક્ત કેમ્પસ બનાવવાના હેતુથી પ્લાસ્ટિકનો કચરો પણ એકત્રિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ગ્રાઉન્ડમાં ઉગેલા ઘાસની સફાઈ કરી સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. આશિષ ચૌહાણના સંયોજન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.








































