કોડીનારની ગાયત્રી વિદ્યાનિકેતન શાળામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો તથા પૂર્વ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલ કી’ના નાદ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બે વર્ષના શ્યામ કાટેલિયા કૃષ્ણના વેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેવેન્દ્રભાઈ ડોડીયા, ગોપાલવાળા, જે.કે. મેર, રવિભાઈ બારૈયા સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.









































