અમરેલી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની વર્તમાન ટર્મ પૂર્ણ થતાં નવી ટર્મ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા બાદ ૧૧ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા અને પી.પી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ અને શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયાની ઉપસ્થિતિ રહી હતી. ઉમેદવારોમાં જયંતિભાઈ સોલંકી, મનીષભાઈ સિધ્ધપુરા, ધર્મેશભાઈ દેસાઈ, કેવલકુમાર મહેતા, હર્ષાબેન પંડ્યા, અવી કોરાટ, હિતેશકુમાર ઢોલરિયા, કેતનભાઈ ધોળકિયા, રાકેશભાઈ નાકરાણી, બ્રિજેશભાઈ કુરુંદલે અને અર્જુનભાઈ દવેનો સમાવેશ થાય છે. વિરોધ પક્ષ તરફથી એક પણ ઉમેદવારી ફોર્મ રજૂ થયું નથી.







































