બગસરા શહેરને ગ્રીન બગસરા બનાવવાના ઉદેશ્યથી ચાર મિત્રો વિશાલ સોલંકી, હેમાંગ દોશી, મોહિત મસરાણી અને કેતન શેખડા દ્વારા શહેરમાં વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ અભિયાન હેઠળ ૮૦૦ કરતાં વધારે રોપાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સાથે સાથે દરેક વ્યક્તિએ વૃક્ષોનું જતન કરે અને તેનું સંરક્ષણ કરે તેવો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. કેમ છો બગસરા નામના સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા આ નવતર પ્રયાસ હાથ ધરાયો હતો. આજકાલ વૃક્ષોનું સતત નિષ્કદન થતુ હોવાથી લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.




































