અમરેલી એલસીબી ટીમે ધારીના લાઇનપરા વિસ્તારમાં થયેલી વણઉકેલાયેલી ઘરફોડ ચોરીનો ગુનો સફળતાપૂર્વક
ઉકેલી નાખ્યો છે. મિલકત સંબંધી ગુનાઓ શોધવાની ઝુંબેશ હેઠળ પોલીસે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે નિતિન સોલંકી, અજય વાઘેલા અને જયરાજ વાઘેલા નામના ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ ૧૬ જુલાઈના રોજ મકાનની દિવાલ કૂદી, દરવાજો તોડી કબાટમાંથી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૬,૦૦૦ રોકડા, સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂ.૧,૧૪,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીથી ધારી પોલીસ સ્ટેશનમાં બીએનએસ (BNS) હેઠળ નોંધાયેલ ગુનો ડિટેક્ટ થયો છે.






































