અમરેલી પોલીસ અધીક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જૂના ટાર્ગેટેડ કેસોના નિકાલ અને સાક્ષીઓને કોર્ટમાં હાજર રાખવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત એલસીબી પીઆઈ સી.પી. વાઘેલા અને પેરોલ ફલો સ્કવોડના પીએસઆઈ એન.જી. સાપરાની ટીમે સાવરકુંડલા કોર્ટના વર્ષ ૨૦૧૪ના ગુનાના કામના સાક્ષી જીવરાજભાઈ અરજણભાઈ દોંગા (રહે. મીઠાપુર ડુંગરી, તા. ધારી) અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સાક્ષી છેલ્લા ૧૧ વર્ષથી કોર્ટમાં હાજર રહ્યા ન હતા. જેથી ખાતરી કરતા માલૂમ પડ્‌યું કે મજકુર સાક્ષીનું અવસાન થયું છે. પોલીસે તેમના મરણના આધાર-પુરાવા મેળવીને કોર્ટમાંથી તેમનું નામ કમી કરાવવાની જરૂરી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.