લીલીયા આંબા ગામે વાડીએ રહેતા એક પરપ્રાંતીય શ્રમિકના દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ચણાનો દાણો ફસાઈ જતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના આંબવા તાલુકાના કુંડ ભીલ ફળીયુંના રહેવાસી પપુભાઈ ઉર્ફે પપ્પી ઈન્દ્રસિંહ માવી (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ તેમના દોઢ વર્ષના પુત્રએ મોઢામાં ચણા ખાવા માટે દાણો નાખ્યો હતો. જેના કારણે શ્વાસનળીમાં ચણાનો દાણો ફસાઈ જવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ થઈ જવાથી મરણ પામ્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.









































