સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી દિશા આપવા રૂ. ૮૯૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ટાંક સહિત નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ અને સર્કલ, આઇકોનિક રોડ, આધુનિક પોલીસ ચોકી, ઓવરહેડ ટાંકી અને સંપના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ફાયર વોટર બાઉઝરનું લોકાર્પણ કરાયું હતું. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.




































