શ્રીજી વિદ્યાર્થી ભુવનના વિદ્યાર્થીઓએ અમરેલી સ્થિત ત્રિમૂર્તિ મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. બાળકોમાં સંસ્કાર, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વિકસે તે હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં વિવિધ રમતો રમી પ્રકૃતિના સાનિધ્યનો આનંદ માણ્યો હતો. વિવિધ વિભાગોની મુલાકાત અને કેન્ટીનમાં નાસ્તો કરી વિદ્યાર્થીઓ આનંદિત થયા હતા. સુંદર આયોજન બદલ સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયા અને વિલાસબેન વઘાસીયાએ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા.





































