ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે પુરુષ અને એક મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, મોડી સાંજે બંને વાહનો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. બાઈકની ઝડપ વધુ હોવાની ચર્ચા છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં સ્થળ પર એકત્ર થયા હતા. પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું ચોક્કસ કારણ અને વાહનચાલકોની ભૂમિકા અંગે વધુ વિગતો સામે આવી શકે છે.









































