માધુપુરા મર્કેન્ટાઈલ કો.ઓ.બેંકની શાહીબાગ શાખામાંથી વર્ષ ૧૯૯૦થી ૨૦૦૧ દરમિયાન બોગસ દસ્તાવેજાના આધારે રૂ.૫.૫૭ કરોડથી વધુની લોન મેળવીને બેંક તથા થાપણદારો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના બહુચર્ચિત કેસમાં સિટી સેશન્સ અને સ્પે.એ.સી.બી. કોર્ટે મહ¥વનો ચુકાદો આપતા ક્રિષ્ના ડાઈસ્ટફ ઈન્ડસ્ટ્રીઝના માલિક કનકભાઈ ભગવતીપ્રસાદ મોદીને તમામ ગુનાઓમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે આ કૌભાંડ નહીં, પરંતુ લોન રિકવરી અને સિવિલ ડિફોલ્ટનો કેસ છે. નોંધનીય છે કે આ કેસ કોઈ ગુનાઈત કાવતરા કે બનાવટી દસ્તાવેજાનો નથી, પરંતુ લોનની બાકી રકમની વસૂલાત અને લોન ડિફોલ્ટનો છે. માત્ર લોન ભરપાઈ ન થવાને કારણે ગ્રાહક સામે ફોજદારી ગુનો બની શકતો નથી. ટ્રાયલ દરમિયાન બેંકના તત્કાલિન એમ.ડી. દેવેન્દ્રપ્રસાદ પંડ્યા અને ચેરમેન રમેશચંદ્ર પરીખનું અવસાન થતાં તેમની સામેનો કેસ અગાઉથી જ એબેટ(રદ) થયો હતો.
ફરિયાદી બેંકના સ્પેશિયલ ઓફિસર ચેતનકુમાર પુંજાલાલ શાહે વર્ષ ૨૦૦૪માં સીઆઇડી ક્રાઈમ(ગાંધીનગર) સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આક્ષેપ મુજબ, વર્ષ ૧૯૯૦થી ૨૦૦૧ દરમિયાન કનકભાઈ મોદીએ બેંકના તત્કાલિન એમ.ડી. અને ચેરમેન સાથે મેળાપીપણું રચીને ક્રિષ્ના ડાઈસ્ટફ ઈન્ડસ્ટ્રીઝના નામે જુદા જુદા ખાતાઓમાં બેંકના નીતિ-નિયમો વિરુદ્ધ, અપૂરતી સિક્્યોરિટી અને બોગસ દસ્તાવેજાના આધારે કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હતું. લોનની રકમ ભરપાઈ ન થઈ હોવા છતાં તેને વારંવાર રિન્યુઅલ અને વધારો આપવામાં આવ્યો હતો, જેનાથી બેંકને વ્યાજ સાથે કુલ રૂ. ૫,૫૭,૯૧,૮૯૪નું માતબર આર્થિક નુકસાન થયું હતું. આ મામલે ફરિયાદ બાદ પોલીસે આરોપી કનક મોદીને ઝડપી લઇ તેમની સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ કેસ સ્પે. એસીબી કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
જેમાં આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે બેંકે બાકી નાણાંની વસૂલાત માટે બોર્ડ આૅફ નોમિનીઝ કોર્ટમાં જે દસ્તાવેજા આધારે સિવિલ કેસ કર્યા હતા, તે જ દસ્તાવેજાને પોલીસ ‘બોગસ’ કે ‘બનાવટી’ કહી શકે નહીં. જા દસ્તાવેજ બનાવટી હોય તો બેંક તેના આધારે સિવિલ રિકવરી કેસ દાખલ કરી શકે નહીં. આરોપી કનક મોદી અને બેંકના દિવંગત અધિકારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગુનાઈત કાવતરું રચાયું હોવાનો કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો મળી આવ્યો નથી. લોન લેવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજા બનાવટી છે તેવું સાબિત કરવામાં નિષ્ફળતા મળી હતી. આરોપી કનક મોદીએ પોતાની મિલકતો, પ્લેન્ટ અને મશીનરી વેચીને લોનની રકમ બેંકમાં જમા કરાવી હોવાનું બેંક સ્ટેટમેન્ટથી પુરવાર થાય છે. આખોય કેસ પુરવાર થતો નથી ત્યારે નિર્દોષ છોડી મૂકવા જાઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને નિર્દેષ છોડવાનો હુકમ કરાયો છે.
કથિત ગુનો ૧૩ માર્ચ ૨૦૦૧ સુધીમાં આચરવામાં આવ્યો હોવાનો દાવો છે. બેંક મંડળે ૨૦૦૨માં કાયદાકીય કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો હતો. તેમ છતાં, ઝ્રૈંડ્ઢ ક્રાઈમમાં હ્લૈંઇ ઓક્ટોબર ૨૦૦૪માં નોંધાઈ હતી. બેથી ત્રણ વર્ષ જેટલો સમયગાળો કેમ વીતી ગયો તેનો કોઈ જ ખુલાસો ફરિયાદ પક્ષ કે પોલીસ આપી શકી નથી.
ફરિયાદ કરનાર બેંક મેનેજર ચેતન શાહે દાવો કર્યો હતો કે તેમને ૨૫-૪-૨૦૦૩ના ઠરાવથી ફરિયાદ કરવાની સત્તા મળી હતી, પરંતુ કોર્ટ સમક્ષ રજૂ થયેલા રેકોર્ડમાં આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલમાં દાવો કરવા સિવાય ફોજદારી ફરિયાદ કરવાની કોઈ સત્તા આપતો ઠરાવ પોલીસ રજૂ કરી શકી નહોતી.







































