ગુજરાતમાં ૨૦૨૭ની સાલમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ગુજરાત સરકારે એક મોટો વહિવટીય ફેરફાર કર્યો છે. મહેસૂલ વિભાગે ગુરુવારે મોડી સાંજે ૨૨ ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ જારી કર્યાં હતા.મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે, બદલી કરવામાં આવેલા તમામ ૨૨ ડેપ્યુટી કલેક્ટરોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે તમામને વહેલી તકે નવી જગ્યાનું કામકાજ સંભાળી લેવાનો પણ આદેશ આપ્યો છે.
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અમરેલી, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, તાપી, વડોદરા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે.આ બદલીઓ પાછળનું મુખ્ય કારણ આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયત અને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની પૂર્વતૈયારીઓ છે. આ ઉપરાંત, મતદાર યાદી સુધારણાની કામગીરી અત્યંત મહત્વની હોય છે.