ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચૂંટણીને લઈને ચર્ચાઓ વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડા. તુષાર ચૌધરીએ મોરબીમાં યોજાયેલી આક્રોશ સભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર વહેલી ચૂંટણી યોજવાની તૈયારીઓ કરી રહી છે અને આગામી વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં ગુજરાતમાં ચૂંટણી યોજાઈ શકે છે.ડા. તુષાર ચૌધરીએ સરકારની કામગીરી અને દાનત સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે સરકાર વહેલી ચૂંટણી યોજવાની દિશામાં આગળ વધી શકે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારની દાનત સારી નથી અને તે કોઈ મોટો રાજકીય દાવ રમવાની તૈયારીમાં છે.મોરબીની આક્રોશ સભામાં સંબોધન કરતાં ડા. તુષાર ચૌધરીએ કાર્યકરો અને જનતાને સાવચેત રહેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઈ મોટો દાવ કરવા માગે છે, તેથી સૌએ સજાગ રહેવાની જરૂર છે. તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં વહેલી ચૂંટણીની શક્યતાઓ અંગે ચર્ચા તેજ બની શકે છે.આક્રોશ સભા દરમિયાન ડા. તુષાર ચૌધરીએ ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના હિત અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર સમક્ષ કેટલીક માગણીઓ રજૂ કરવામાં આવી છે.કોંગ્રેસે ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને સરકાર પાસે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.








































