ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો એક મૂળભૂત અને શાશ્વત સિધ્ધાંત છે. આ વાક્યનો અર્થ જીવનના દરેક ક્ષેત્રમાં ન્યાય, ધર્મ અને સચ્ચાઈના માર્ગની સર્વોચ્ચતા દર્શાવે છે.ભારત વર્ષની વાત કરીએ ત્યારે આધ્યાત્મિકતાના સદગુણમાં સત્યતાના પાયા મજબૂત હોય છે. સત્ય સનાતન છે. તેને કોઈ પરાજીત કરી શકતું નથી.ભગવાન રામચંદ્રએ દશાનદ રાવણને હરાવવા માટે નવરાત્રીના ઉપવાસ અને આરાધના કરી હતી.જેના થકી રાવણ ઉપર વિજય પ્રાપ્ત થયો.રાવણ ગમે તેટલો શક્તિશાળી હતો પરંતુ તે અસત્યના માર્ગે હતો તેના કારણે તેનો પરાજય થયો.
ભગવાન રામચંદ્રને પણ દુઃખના પહાડો વચ્ચે જીવન વ્યતીત કરવું પડયુ હતું.આપણે બધા સામાન્ય લોકો છીએ. તેમ છતાં એક સત્ય છુપાવવા હજારો અસત્ય બોલીએ છીએ. મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર સત્યવાદી રાજા હતા.સત્ય સનાતન છે એના શિવાય કોઈ માર્ગ નથી.આજે તો ડગલે અને પગલે અસત્ય મેવ જયતે ચાલે છે.સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરમાં જ નાના છોકરા અથવા પરિવારના સભ્યો સાંભળતા હોય છતાંય ફોન ઉપર કેટલું બધું જૂઠું બોલે જેથી તેમની ભાવી પેઢી ઉપરથી નકારાત્મક અસર ઉદભવે છે. બાળકોમાં સંસ્કાર અને સમજ કેળવવી હોય તો સત્ય બોલવું અતિ આવશ્યક છે.વૈચારિક ભ્રષ્ટતતા અનીતિના માર્ગને પોષણ આપે છે. આજે સામાન્ય ન્યાયાલયથી માંડીને મોટાભાગના ક્ષેત્રમાં અનીતિ, અસત્ય અને અભદ્ર જેવા દૂષણો વ્યાપી ગયા છે.
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ‘સત્યમેવ જયતે’ જેનો અર્થ “સત્યની જ હંમેશાં જીત થાય છે” થાય છે. મંડોપનિષદમાંથી લેવામાં આવ્યુ છે.વિશ્વના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત પૈકી રામાયણમાં ભગવાન શ્રીરામે અસત્ય અને અન્યાયના પ્રતીક સમાન રાવણનો વધ કરીને સત્ય અને ધર્મની સ્થાપના કરી હતી. અસુર શક્તિને નાશવંત કરીને આધ્યાત્મિકતા અને સત્યના માર્ગે સમાજ વ્યવસ્થા ઉભી કરવાનું રામાયણ શીખવે છે.આજે તો દરેકના ઘરે મંથરા ડગલે અને પગલે જોવા મળે છે. અયોગ્ય રસ્તો બતાવો તે પણ પાપ છે. ભગવાન રામચંદ્રને ૧૪ વર્ષનો વનવાસએ મંથરાની નીપજ છે.મહાભારતમાં કૌરવોની સેના અસત્ય અને અન્યાયના માર્ગ પર હતી, જ્યારે પાંડવો સત્ય અને ધર્મના માર્ગ પર હતા.અંતે ધર્મની અને સત્યની જ જીત થઈ.વિજયાદશમી (દશેરા) આ તહેવાર અસત્ય પર સત્યના વિજય (રાવણ દહન) તરીકે જ ઉજવવામાં આવે છે.
સત્યના માર્ગ પર ચાલવાથી મનની શાંતિ અને આત્મસંતોષ મળે છે, જ્યારે અસત્યથી મેળવેલી જીત કે સુખ ક્ષણિક હોય છે.સત્ય બોલનાર કે સાચા માર્ગ પર ચાલનાર વ્યક્તિ સમાજમાં અને પરિવારમાં હંમેશાં આદર અને વિશ્વાસ મેળવે છે. શરૂઆતમાં અસત્ય અને ખોટા રસ્તે ચાલનાર વ્યક્તિ કદાચ ટૂંકા સમય માટે સફળ થતી દેખાય, પરંતુ અંતે તો સત્ય જ બહાર આવે છે અને તેની જ જીત થાય છે.દૈનિક જીવનમાં મુશ્કેલીઓ કે અડચણો ગમે તેટલી મોટી હોય, પરંતુ જો આપણો હેતુ સાચો હોય અને આપણે પ્રમાણિકતાનો માર્ગ ન છોડીએ, તો પરિણામ હંમેશાં આપણા પક્ષમાં પરિણામ જ આવે છે.
મહાત્મા ગાંધીજીએ પણ આ જીવનપ્રસંગોમાં ‘સત્ય અને અહિંસા’ને જ પોતાનું હથિયાર બનાવ્યું હતું.”સત્ય એ એક એવો દીવો છે જે અંધારા ગમે તેટલા ગાઢ હોય તો પણ તેને દૂર કરી શકે છે.”સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી માટે લડત લડયા દેશને આઝાદી પણ મળી,સત્યમાં આટલી તાકાત છે.
ભારતીય સમાજ વ્યવસ્થામાં ધર્મ કેન્દ્રસ્થાને છે.ગમે તેટલા ઉત્સવ કરો પરંતુ માનવતા અને સત્ય પાયામાં નહીં હોય તો બધું નિરર્થક છે.અનીતિથી મેળવેલું ધન નાશવંત છે. સત્યની સુખડી મીઠી હોય છે. મરચું અને રોટલો ખાવાથી જે નિજાનંદ પ્રાપ્ત થાય છે તે બે નંબરમાં ભેગા કરેલા રૂપિયાથી કદાચ જાહોજલાલી મળશે પરંતુ આનંદ નહીં મળે તે વાસ્તવિક છે.આપણી અંદરના રાક્ષસને હરાવીને એક સાચા માનવ બની સેવાના પ્રકલ્પો કેળવીએ એ જ સૌથી મોટી કેળવણી છે.ગમે તેટલું ભેગું કરીશું પરંતુ એક દિવસે યમરાજા લેવા આવવાના જ છે.તો શા માટે અનીતિ અને અસત્ય અપનાવીએ..સૌને વિજયાદશમીની શુભકામનાઓ. માનવતાની મહેકતા ફેલાવતા જ રહિશુ.તોજ સત્ય શિખર ઉપર પહોંચશે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨








































