લીલીયામોટા ખાતે સરકારી આટ્‌ર્સ અને કોમર્સ કોલેજમાં કેસીજીના આર્થિક સહયોગ અને માર્ગદર્શન હેઠળ એક દિવસીય રાજ્યકક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આઈક્યુએસી, વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને હિન્દી વિભાગ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ કાર્યશાળામાં ડિજિટલ અર્થતંત્ર, આધુનિક વાણિજ્ય અને ડિજિટલ યુગમાં હિન્દી સંશોધન અંગે સત્રો યોજાયા હતા. આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ડા. દિલીપ ગજેરા અને ડા. રાજીવ આર. ડાંગર વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એઆઈ સાધનો, ઓનલાઈન સંશોધન, ઈ-કોમર્સ, ફિનટેક, સાયબર સુરક્ષા અને ડિજિટલ પેમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કરણભાઈ ઓડેદરાએ કર્યું હતું. મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.