ધારીના દલખાણિયા ગામેથી સગીરાનું અપહરણ થવાની ઘટના સામે આવી છે. આ અંગે
સગીરાના પિતાએ રવિભાઈ ઉર્ફે મહેશભાઈ માનભાઈ બાંભણિયા તથા જતીનભાઈ રમેશભાઈ
પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ તેમની સગીર વયની પુત્રીને લલચાવી-ફોસલાવી, બદકામ કરવાના કે લગ્ન કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાવી ગયા હતા. બનાવ અંગે અમરેલી એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક પી. આર. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.