લાઠી-બાબરા-દામનગર મતવિસ્તારના ધારાસભ્ય જનક તળાવીયાએ બાબરા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુથી સોેની યોજના હેઠળ વહેલી તકે પાણી છોડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.ધારાસભ્યએ જણાવ્યું કે, બાબરા તાલુકામાં ઓછો વરસાદ પડવાથી ખેતી અને પાણીની ઉપલબ્ધતા પર અસર થઈ છે. ખેતરોમાં પાકને પૂરતું પાણી ન મળતા નુકસાન થવાની શક્યતા વધી રહી છે. ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સોની યોજના હેઠળ સંબંધિત વિસ્તારોમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.સમયસર સિંચાઈનું પાણી મળે તો ઉભા પાકને રાહત મળી શકે તેમ છે. આથી રાજ્ય સરકાર સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપી ખેડૂતોના હિતમાં વહેલી તકે નિર્ણય લે તેવી ધારાસભ્ય જનક તળાવીયાએ અપીલ કરી છે.








































