આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં નંબર વન સ્થાન માટેનો જંગ વધુ તીવ્ર બની રહ્યો છે. બે ભારતીય બેટ્‌સમેન, ઇશાન કિશન અને અભિષેક શર્મા, હાલમાં કટ્ટર સ્પર્ધામાં છે. આ અંતર એટલું નાનું છે કે તે ફક્ત એક મેચ પછી બદલાઈ શકે છે. દરમિયાન, શ્રેયસ ઐયર પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણી સમાપ્ત થયા પછી આઇસીસીએ આ રેન્કિંગ જાહેર કર્યા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી૨૦ આંતરરાષ્ટÙીય શ્રેણી પહેલા, આઈસીસીએ તાજેતરની ટી૨૦ રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો ઈશાન કિશન નંબર વન પર છે. તેનું રેટિંગ હાલમાં ૮૯૩ છે. અભિષેક શર્મા ૮૮૪ રેટિંગ સાથે બીજા ક્રમે છે. આનો અર્થ એ કે બંને ભારતીય બેટ્‌સમેન વચ્ચે ફક્ત ૯ રેટિંગ પોઈન્ટનો તફાવત છે, જે બહુ વધારે નથી. લાંબા સમયથી નંબર વન સ્થાન પર રહેલો અભિષેક પોતાનું સ્થાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે ઈશાનને પાછળ છોડી શક્યો નથી. જાકે, એક મેચમાં મોટી ઇનિંગ બધું બદલી શકે છે.
પાકિસ્તાનના નવા કેપ્ટન, સાહિબજાદા ફરહાન પણ અભિષેક શર્માની નજીક પહોંચી ગયા છે. તેમનું રેટિંગ હાલમાં ૮૮૩ છે, જેનો અર્થ એ કે તે અભિષેકથી માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ છે. ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, હાલમાં તે ૭૯૮ ના રેટિંગ સાથે ચોથા સ્થાને છે. આ વર્ષના રેન્કિંગમાં ટોચના ૧૦ માં એકમાત્ર ફેરફાર એ છે કે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શાઈ હોપ બે સ્થાન આગળ વધીને ૭૫૯ ના રેટિંગ સાથે નવમા ક્રમે પહોંચી ગયા છે.આ દરમિયાન, ભારતના તિલક વર્મા થોડા નીચે સરકી ગયા છે. તે હવે એક સ્થાન નીચે આવીને ૭૨૬ ના રેટિંગ સાથે દસમા ક્રમે પહોંચી ગયા છે. અન્ય કોઈ નોંધપાત્ર ફેરફાર થયા નથી. વેસ્ટ ઇન્ડિઝના શેફ્રેન રધરફોર્ડ છ સ્થાન આગળ વધીને ૧૮મા ક્રમે પહોંચી ગયા છે, જે ૬૩૪ ના રેટિંગ સાથે છે.