કોડીનાર શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. જેમાં સમાજની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહોત્સવની સ્પર્ધામાં શ્રધ્ધાબેન બારૈયાએ પ્રથમ સ્થાન મેળવતા ઇલેક્ટ્રિક સ્કૂટર આપવામાં આવ્યું હતું. બીજા ક્રમે વિજેતાને ૪૩ ઇંચનું એલઈડી ટીવી અને ત્રીજા ક્રમે વિજેતાને ફ્રિજ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમથી સમાજમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.