અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનાવવાની દિશામાં કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત રૂ. ૧૦ લાખના ખર્ચે કોઝ-વે અને સી.સી. રોડનું નિર્માણ
થશે, જેનાથી ગ્રામજનોને અવરજવરમાં સરળતા રહેશે.આ પ્રસંગે મંત્રીએ પશુપાલક દિનેશભાઈના તબેલાની મુલાકાત લઈ પશુપાલન વિશે માહિતી મેળવી હતી. રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ કાર્યકર્તાઓએ તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર, સભ્ય આશિષભાઈ અકબરી, અગ્રણીઓ મધુભાઈ હરખાણી, પી. વી. વસાણી, સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.