ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન આધારિત વાર્ષિક e-KYC ફરજિયાત કરાયું છે. સમયસર e-KYC કરાવનાર લાભાર્થીઓને જ આગામી હપ્તાનો લાભ મળશે. જે લાભાર્થીઓએ ૩૧ માર્ચ, ૨૦૨૬ પછી e-KYC કરાવ્યું નથી, પોર્ટલ પર સ્ટેટસ Yes દેખાતું હોય તો પણ તેમણે ફરીથી કરાવવું. ખેડૂતો વિલેજ નોડલ ઓફિસર, નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર અથવા PM-KISAN એપ દ્વારા જાતે e-KYCકરી શકે છે. જિલ્લામાં જનજાગૃતિ અને વિશેષ કેમ્પોનું આયોજન કરાશે, તેમજ ગામદીઠ ઓછામાં ઓછા પાંચ યુવાનોને તાલીમ અપાશે. વધુ માહિતી માટે ગામના તલાટી કમ મંત્રી,TDO અથવા મામલતદારનો સંપર્ક કરવો.



































