અમરેલીમાં એક મહિલાને માથાના ભાગે ઈંટનો ઘા મારી ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે રોજીનાબેન યુસુફખાન પઠાણ (ઉં.વ.૪૦)એ સોહિલ રજાકભાઈ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ રોજીનાબેનના ઘરે આવી તેમની તેમજ તેમના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી ગાળો આપી હતી. આ ઉપરાંત આરોપીએ રોજીનાબેનને માથાના ભાગે ઈંટનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.